તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
મધ્ય ગુજરાત જન આક્રોશ યાત્રા : બોરસદ થી અહિમા : દિવસ પ
ભાજપ સરકાર મૂડીપતિઓને સરકારી જમીનો મફતના ભાવે પધરાવી રહી છે : અમિતભાઈ ચાવડા ઉદ્યોગપતિ અને મૂડીવાદી લોકોની સરકાર કયારેય ગરીબોનું ભલું વિચારી શકે નહીં : ડો. તુષારભાઇ ચૌધરી

રાજકોટ તા. ૨૫ : જન આક્રોશ યાત્રાના પાંચમાં દિવસની શરૂઆત છાણી બોરસદથી શરૂ કરવામાં આવી ત્યારબાદ યાત્રા અલાસા ચોકડી, ગામ-નિસારયા, કોશીન્દ્રા, એ.પી.એમ.સી. ચોકડી, ખડોલ, રણછોડપુરા, આસોદર ચોકડી, આંકલાવ, વાસદ-ડાકોર રોડ ચોકડી, વાસદ, સત કેવલ ચાર રસ્તા, સરસ, ખંભોળાજ, ઓડ, શીલી, અહીમા, સાવલી તરફ આગળ વધી.
યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકો દ્વારા ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત અને જાહેરસભાઓમાં જનસમર્થન જોવા મળ્યું. પાંચમાં દિવસની યાત્રા દરમ્યાન પાંચમાં દિવસની યાત્રા દરમ્યાન એ.પી.એમ.સી. ચોકડી આંકલાવ ખાતે જાહેર સભામાં માનવ મહેરામણ ઉમટયું. અહિમા ખાતે મહિલા સંવાદ દ્વારા મહિલાઓના પ્રશ્નોને વાંચા આપવામાં આવી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે સત્તામાં બેઠેલા લોકોને રાજ્યના નાગરિકોની કોઈ પડી નથી. તેમને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે. તાજેતરમાં ગંભીર બ્રિજ અકસ્માતની ઘટના બની, જેના માટે સંપૂર્ણપણે સરકાર જવાબદાર છે, કારણ કે પુલ જર્જરિત હતો. સરકારને સ્થાનિકોએ અગાઉથી જાણ કરી હતી, છતાં સરકારને લોકોના જીવની ચિંતા ન હતી. આખરે બ્રિજ તૂટયો અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. છતાં પણ કાર્યવાહીના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો. આટલી ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા, પરંતુ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું.
આ સરકાર વિકાસના નામે ખેડૂતોની જમીનો લઈ લે છે. ખેડૂતોને જમીનના યોગ્ય ભાવ આપવામાં આવતા નથી અને પોતાના મળતિયાં ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન આપવામાં આવે છે. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં આ મૂડીવાદી સરકાર દ્વારા ગ્રામજનોની જાણ વગર બારોબાર ૨૩૭ વિઘા પડતર જમીન એક સંસ્થાને કોલેજ કરવા માટે મફતના ભાવે આપી દેવામાં આવી છે. આ જમીન અપાવનાર પણ ભાજપના જ લોકો છે. આ મામલે ગ્રામજનો આજે પણ વિરોધ કરી રહ્યા છે અને આ લડત આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
વધુમાં ભાજપના રાજમાં ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ દુષ્કર્મ અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં બેફામ રીતે દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાનું નામોનિશાન રહ્યું નથી. આ તમામ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા ગળહમંત્રી અને મુખ્યમંત્રી જ જવાબદાર છે. પોલીસનું કામ ગુનાખોરી રોકવાનું છે, પરંતુ આ સરકાર પોલીસનો ઉપયોગ ખુદ ગુનાહિત પ્રવળત્તિઓ માટે કરે છે. મોટાભાગે ૨ નંબરના ધંધાઓમાં ખુદ પોલીસના લોકો જ ભાગીદાર હોય છે, ત્યારે કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે? કારણ કે રક્ષક જ ભક્ષક બનીને બેઠા છે.
વિધાનસભા વિપક્ષ નેતા ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપ ગરીબોની વેદના કયારેય સમજી શકતી નથી, કારણ કે ભાજપ ઉદ્યોગપતિઓની સરકાર છે. કોંગ્રેસના સમયમાં ડીઝલ રૂ. ૫૬, પેટ્રોલ રૂ. ૭૧ અને ગેસનો બાટલો રૂ. ૩૫૦માં મળતો હતો. ત્યારે ભાજપ રસ્તા પર ઉતરીને વિરોધ કરતી હતી અને તેને મોંઘવારી લાગતી હતી. પરંતુ આજે માત્ર ૧૧ વર્ષના ભાજપના શાસનમાં ડીઝલ રૂ. ૯૦, પેટ્રોલ રૂ. ૯૯ અને ગેસનો બાટલો લગભગ રૂ. ૧૨૦૦ સુધી પહોંચી ગયો છે. ડોલર જે રૂ. ૬૨ હતો તે આજે રૂ. ૯૦ વટાવી ગયો છે.
ઉપરોક્ત જન આક્રોશ યાત્રામાં એઆઇસીસીના મંત્રી અને સંગઠન પ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી ભીખાભાઈ રબારી, શ્રી લાખાભાઈ ભરવાડ, એઆઇસીસી મંત્રી શ્રી પલકબેન વર્મા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નટવરસિંહ મહીડા, આણંદ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર, આણંદ શહેર ઙ્કમુખ શ્રી મહેશ સોલંકી, આગેવાન શ્રી યુનુસભાઈ મુખી, ડો. પ્રકાશ પરમાર, વિનુભાઈ સોલંકી, આણંદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી રજનીકુમારી ભળગુરાજસિંહ ચૌહાણ, ડો. ઇરફાન રાઠોડ, પ્રવક્તા નરેન્દ્ર રાવત, નિશાંત રાવલ, જિલ્લા પંચાયત સભ્ય ડો. પ્યારેલાલ, મંગળસિંહ સોલંકી, આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ જાદવ, આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, ઉષાબેન પઢીયાર, મહેન્દ્રસિંહ પઢીયાર, ફતેસિંહ સોલંકી, પ્રતાપસિંહ સોલંકી, મનુભાઈ પઢીયાર, મનુભાઈ પુનમભાઈ પઢીયાર, દિલીપસિંહ લાલસિંહ, ધર્મેન્દ્રસિંહ મહિડા, વિજયભાઈ પઢીયાર સહિતના આગેવાનોને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
