News of Thursday, 25th December 2025
અટલજીને યાદ કરી સુશાસન દિનની શુભેચ્છા પાઠવતા નરહરિ અમીન

રાજકોટ, તા. રપઃ ગુજરાતના ભાજપના રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના અજાતશત્રુ જનનાયક અને પ્રેરણાષાોત ગણાવી આજે તેમના જન્મદિને ભાવપૂર્વક યાદ કરી સુશાસન દિવસની શુભેચ્છા પાઠવી છે.
શ્રી નરહરિ અમીને જણાવેલ કે અટલજીના જીવનમાં સિધ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે અતુટ ભાવ હતો. તેમના મજબુત અને નિર્ણાયક નેતૃત્વની વિશ્વના દેશોમાં પ્રશંસા થતી હતી. તેઓ હંમેશા સુશાસન પર ભાર મુકતા હતા. દેશના વર્તમાન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સુશાસનના આગ્રહી છે. તેમના પ્રભાવશાળી નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહયો છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
