<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

મહેસાણાના પરિવારનો લીબીયામાં છુટકારોઃ ર કરોડની ખંડણી મંગાયેલ

અમેરિકા જવા નિકળેલ દંપતિ-પુત્રીને છેતરીને બંધક બનાવાયેલઃ રાજય સરકાર-વિદેશ મંત્રાલયની મદદથી પરત ફર્યા

અમદાવાદ તા. રપઃ યુએસએ જવા નીકળેલા મહેસાણાના એક પરિવારને એજન્‍ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો, જ્‍યાં તેમને બંધક બનાવી ૨ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી; આ પરિવાર આખરે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો છે, જેઓ દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્‍યા હતા, પરંતુ એજન્‍ટો દ્વારા ગેરમાર્ગે દોરીને લિબિયા પહોંચાડી દેવાયા હતા અને ત્‍યાં તેમને બંધક બનાવ્‍યા હતા, જેની માહિતી મળ્‍યા બાદ સરકારે મદદ કરી અને તેઓ મુક્‍ત થઈ શકયા હતા.

મહેસાણાના બાદલપુર ગામનો ચાવડા પરિવાર, જેમાં દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તેઓ યુરોપ (પોર્ટુગલ) જવા માટે નીકળ્‍યા હતા, પરંતુ એજન્‍ટોએ તેમને છેતરીને લિબિયા પહોંચાડી દીધા હતા.

લિબિયામાં આ પરિવારને બંધક બનાવી રાખવામાં આવ્‍યો હતો અને મુક્‍તિ માટે ૨ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના પ્રયાસો અને વિદેશ મંત્રાલયની મદદથી આ પરિવારને સુરક્ષિત રીતે ભારત પાછો લાવવામાં આવ્‍યો છે.આ ઘટના ગુજરાતમાં વિદેશ જવાના સપના જોતા લોકો સાથે થતા આવા ફ્રોડના કિસ્‍સાઓનો એક ભાગ છે, જ્‍યાં એજન્‍ટો દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલીને શોષણ કરવામાં આવે છે. 

(2:15 PM IST)