<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ઓરી ગામ પાસે ઇજાગ્રસ્ત કપીરાજની મદદે બજરંગ સેનાની ટીમ આવી

જીવદયા પ્રેમી પલક બેન એ પોતાના સ્વજનની જેમ કપીરાજને પોતાના ખોળામાં સુવડાવી સારવાર માટે લઈ ગયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નાંદોદ તાલુકાના ઓરી ગામ બાજુ અજાણ્યો પીકઅપ ડ્રાઈવર એક કપીરાજને ટક્કર મારી ભાગી ગયેલ હતો આ ધટનાની શ્રી બજરંગ સેનાના પ્રેમ રાજપૂતને જાણ થતા તેઓના સાથી કાર્યકર્તા રેનીશભાઈ અને પલકબેનને બોલાવીને પ્રાથમિક ઈલાજ કરીને કપીરાજને સ્થળ પરથી ફોર વ્હીલર દ્વારા રાજપીપળા વન્ય જીવોના ડોક્ટર પાસે લઈ જઈ ત્યાં સાથે રહીને સારવાર કરાવી. કપીરાજને અકસ્માતના કારણે માથા તથા ખભાના ભાગે પંદર ટાંકા લેવા પડેલા હતાં. ઈલાજ બાદ કપીરાજને સુરક્ષિત જગ્યા પર લઈ જવાયેલ. હાલમાં કપીરાજ સુરક્ષિત છે અને પલકબેન,  રેનીશભાઈ તથા પ્રેમભાઈ છેલ્લા છ દિવસથી સવાર સાંજ દૂધ અને ફળફળાદી ખવડાવીને સારવાર કરી રહ્યાં છે.

આ સમગ્ર ધટનામાં એક વાત જીવદયા ની જોવા મળી કે પલકબેન આ ગંભીર ઇજાગ્રસ્ત કપીરાજને પોતાનુ કોઈ સ્વજન હોય એ રીતે ફોર વ્હીલ ગાડી માં પોતાના ખોળામાં લઈને બેસી સારવાર માટે લઈ ગયા હતાં.
આમ નર્મદા જીલ્લામાં જીવદયા પ્રેમીઓ ગાય તથા અન્ય અબોલા જીવોના મુશ્કેલીનાં સમયમાં અવિરત સેવાઓ આપતા રહે છે.

(9:45 PM IST)