<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

સુરતના RFO સોનલ સોલંકીનું લાંબી સારવાર બાદ મોતઃ દોઢ માસ પહેલા થયું હતું ફાયરીંગ

ભાવનગરની પ્રેમિકાને પરણવા પતિએ જ આપી હતી સોપારી

સુરતઃ શહેરમાં ગત મહિને RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયું હતું. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન આજે તેમનું નિધન થયું હતું. દોઢ મહિનાના જંગ બાદ આરએફઓએ દમ તોડ્‍યો હતો. ૧૦થી વધુ ડોક્‍ટરોની ટીમ સતત તેમના સ્‍વાસ્‍થ્‍ય પર નજર રાખતા હતા. જોકે તેમ છતાં બચાવી શકાયા નહોતા. RFOનું મોત થતા હવે પતિ સામે હત્‍યાનો ગુનો નોંધાશે. એક વર્ષથી દંપતીમાં ડખો હતો. ભાવનગરની પ્રેમિકાને પરણવા પતિએ સુરતની RFO પર ફાયરિંગ કરાવ્‍યું હતું. નવેમ્‍બર ૨૦૨૫માં મહિલા રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્‍યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્‍કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સીટી સ્‍કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્‍યું હતું. તપાસ દરમિયાન ફાયરિંગ અન્‍ય કોઈએ નહીં પરંતુ તેના પતિએ કરાવ્‍યું હોવાનું સામે આવ્‍યું હતું. પોલીસે બનાવના ગણતરીના દિવસમાં જ પતિને ઝડપી પાડ્‍યો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી.

(2:56 PM IST)