તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
વલસાડમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી: સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું
પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત હતા અથવા હાજર નહોતા, ત્યારે વિદ્યાર્થિનીએ ઘરના હોલમાં જ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું

વલસાડ :શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ સુધી આપઘાત પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
વલસાડ શહેરમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત હતા અથવા હાજર નહોતા, ત્યારે વિદ્યાર્થિનીએ ઘરના હોલમાં જ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પરિવારજનોએ આ અંગે તાત્કાલિક પાડોશીઓ અને સ્થાનિક અગ્રણીઓને જાણ કરી હતી, જેના પગલે વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે આપઘાતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
