તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
વડોદરાના પાદરાના વડું ગામે 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
વહીવટી તંત્રએ લાંબા સમયથી જોખમી બનેલી પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડી :ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી

વડોદરાના પાદરા તાલુકામાં આવેલા વડું ગામે વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી જોખમી બનેલી પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. આ પાણીની ટાંકી લગભગ ૨૫ વર્ષ જૂની હતી. સમય જતાં તેનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું, જેના કારણે સ્થાનિક રહીશો અને પ્રશાસન માટે તે ચિંતાનો વિષય બની હતી
કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટાંકી ધરાશાયી કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારમાં આગોતરા સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ટાંકી તોડવાની આ સમગ્ર કાર્યવાહીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગણતરીની સેકન્ડોમાં જ વિશાળકાય પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. જૂની ટાંકી દૂર થતા હવે ગ્રામજનોને નવી અને આધુનિક પાણીની ટાંકી મળશે તેવી આશા જાગી છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
