<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અમદાવાદમાં બિલાડીની ક્રુરતાપૂર્વક હત્યા મુદ્દે કાર્યવાહી

ખાલી પ્લોટમાં લઈ જઈને બિલાડીને ક્રૂરતા પૂર્વક મારી નાંખીઃગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કરતાં ડોક્ટરે ગર્ભમા જોખમ હોવાનું કહ્યું, ઉશ્કેરાયેલા પતિએ બિલાડીની હત્યા કરી નાંખી

અમદાવાદ : અમદાવાદમાં બિલાડીની ક્રૂરતાપૂર્વક હત્યા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. વાડજ પોલીસે ગુનો નોંધીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. વીડિયોમાં દેખાતા રાહુલ દંતાણીને ઝડપીને કાર્યવાહી કરાઈ છે. રાહુલની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો હતો. ડોક્ટરે આ હુમલાથી પત્નીના ગર્ભને જોખમ હોવાનું કહ્યું હતું. જેથી પતિએ ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કરતા તેને મારી નાંખી હતી.અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં બિલાડીની ક્રૂરતા પૂર્વક હત્યા કરવાનો મામલો નોંધાયો છે. એક જીવદયા પ્રેમીની એનિમલ એક્ટ મુજબની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીની પત્ની ગર્ભવતી છે તે બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી અચાનક ભડકી હતી અને તેની પર એટેક કર્યો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. ડોક્ટરે ગર્ભમાં જોખમ હોવાનુ કહેતા જ આરોપી ઉશ્કેરાયો હતો.

આરોપીએ બિલાડીને કોથળામાં પૂરીને એએમસીના ખાલી પ્લોટમાં લઈ જઈને બિલાડીને ક્રૂરતા પૂર્વક મારી નાંખી હતી. બલોલનગરના ઔડાના મકાનમાં આ આરોપી રહેતો ત્યાંના રહીશોએ બિલાડીને પાળી હતી. વાડજ પોલીસે આરોપી રાહુલ દંતાણીની ધરપકડ કરી તેની સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે આ ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણીને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:15 PM IST)