તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
ગુજરાતના ૯૮ ટકા ગામડાઓમાં હવે દિવસે વીજળી: કિસાન સૂર્યોદય યોજનાની જ્વલંત સફળતા
બાકી રહેલા ગામડાઓને પણ ટૂંક સમયમાં આ યોજના હેઠળ આવરી લેવાની કામગીરી પુરજોશમાં

અમદાવાદ : ગુજરાત સરકારે ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી પૂરી પાડવાના લક્ષ્યાંકમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો લાભ થયો છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવેલી 'કિસાન સૂર્યોદય યોજના' હેઠળ રાજ્યના ૯૮ ટકા ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, હવે આ ગામડાઓમાં ખેતી માટે દિવસ દરમિયાન વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. અગાઉ ખેડૂતોને રાતના સમયે પિયત કરવું પડતું હતું, જેમાં અનેક મુશ્કેલીઓ અને જોખમો હતા.
આ યોજનાના અમલીકરણથી ખેડૂતો હવે દિવસના પ્રકાશમાં જ સિંચાઈનું કામ પૂર્ણ કરી શકે છે, જેનાથી તેમના જીવનધોરણમાં સુધારો થયો છે અને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ મળી છે. બાકી રહેલા ગામડાઓને પણ ટૂંક સમયમાં આ યોજના હેઠળ આવરી લેવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
