તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
શું નર્મદા જિલ્લામાં ગુનાખોરીનુ પ્રમાણ ઘટ્યું...?! કે ફક્ત અરજીઓ પર જ ગાડું ગબડે છે
છેલ્લા બે દિવસથી જિલ્લામાં એકપણ ગુનો દાખલ નહીં થતા આશ્ચર્ય :શનિવાર, રવિવારની રજામા લોકો ફરિયાદ કરતા નથી કે પછી અન્ય કોઈ કારણ...?!!

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં હાલમાં જાણે ગુનાઓનું પ્રમાણ તદ્દન બંધ થઈ ગયુ હોય તેમ લાગી રહ્યું છે, જોકે દરરોજ દારૂ, મારામારી, અક્સ્માત જેવી ઘટના પોલીસ ચોપડે નોંધાતી હતી પરંતું હાલ માં છેલ્લા બે દિવસથી જિલ્લાના એકપણ પોલીસ મથકે એકપણ ગુનો દાખલ નહીં થતા ગુનાનુ પ્રમાણ ઘટ્યું હોવાનું જણાય છે
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં હાલમાં ગુનાઓ ઘટ્યા હોવાનું પોલીસ રિપોર્ટ પરથી લાગી રહ્યું છે ત્યારે બીજી બાજુ એમ પણ વાત સંભળાઈ છે કે કેટલાક પોલીસ મથકો પર ફરિયાદ નહીં દાખલ કરી માત્ર અરજી લઈ ગાડું ગબડાવાઈ છે જેના કારણે ગુના નુ પ્રમાણ ઓછું જણાય છે. આમ તો દરરોજ મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાઇ છે પરંતુ ક્યારેક જાહેર રજા કે અન્ય દિવસોમાં પોલીસ મથકો માં એકપણ ફરિયાદ નહીં થતા અનેક સવાલ ઉઠે છે, જોકે જાણવા મળ્યા મુજબ કેટલાક પોલીસ મથકે ફરિયાદ ના બદલે માત્ર અરજી લેવાતી હોય ફરિયાદ નહીં લેવાતા જિલ્લામાં ગુનાનુ પ્રમાણ ઓછું લાગે છે ત્યારે આવી સ્થિતિ માં અરજદારોને પણ પૂરતો ન્યાય નહીં મળતા સમાધાન કરવાય છે તેવી વાત સામે આવી છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
