તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
સરસ્વતી વિધ્યાલય રાજપીપલા, સપ્તશક્તિ સંગમ તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી હરસિધ્ધિ વિધ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિધ્યાલય રાજપીપલા, સપ્તશક્તિ સંગમ તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા રાજપીપલા ખાતે ભવ્ય મહિલા સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિઓ તથા કિશોરીઓ હાજર રહી.
મહિલા સંમેલનના સંયોજિકા દિપીકાબેન વ્યાસ દ્વારા આમંત્રિત અતિથિઓનો પરિચય આપવામાં આવ્યો.
ચૈતન્યાબેન દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી. જેમાં મુખ્ય વક્તા ડોક્ટર નીલાબેન ડોંગરે, મહિલા સમન્વય વડોદરા વિભાગ સંયોજિકા અને પ્રાંત ટોળી ના સદસ્યભારતના વિકાસમાં મહીલાઓની ભૂમિકા અને સ્થિતિ વિશે સરસ માહિતી આપી. જયારે સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે મહિલા તથા કિશોરીઓને સ્પર્શતા વિષય પર જાણકારી આપી. વકીલ વંદનાબેન ભટ્ટે કાયદાકીય માહિતી અંગે ચર્ચા કરી .જયારે ઉન્નતિબેન પંચાલે પર્યાવરણ વિશે ખૂબ સરસ માહિતી આપી. છાયાબેન પંચાલ દ્વારા ખૂબ જ રસપ્રદ પ્રશ્નોત્તરી કરવામાં આવી.લતાબેન દ્વારા તમામ શ્રોતાગણને સંકલ્પ લેવડાવવામાં આવ્યો. જાનકી આશ્રમ ડેડીયાપાડાની બહેનો દ્વારા સુંદર આદિવાસી નૃત્યની રજુઆત કરવામાં આવી.સરસ્વતી વિધ્યાલયના બાળકો દ્વારા ઝાંસીની રાણી, ભારતમાતા, ભરતનાટ્યમ તથા શબરીબાઈની કૃતિઓ રજૂ કરવામાં આવી ભાગ લેનાર તમામ બાળકોને મેક મી બ્યૂટી પાર્લર વાળા ત્રિશાબેન પરીખ તરફથી દરેકને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા. સરસ્વતી વિધ્યાલય તરફથી કાર્યક્રમમાં હાજર રહેલ તમામ મહિલાઓને શ્રીમદભગવદ્ ગીતાનું પુસ્તક શુભેચ્છા રુપે વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમની સફળતા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો તથા સરસ્વતી વિધ્યાલય સ્ટાફનો સહયોગ રહ્યો
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
