<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે અમદાવાદમાં VHP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

બાંગ્લાદેશના ધ્વજ પર ચોકડી મારી વિરોધ નોંધાવ્યો. પૂતળા દહન કરીને VHP અને બજરંગ દળે નોંધાવ્યો વિરોધ

અમદાવાદ :બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે અમદાવાદમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પાલડી ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના ધ્વજ પર ચોકડી મારી વિરોધ વિરોધ નોંધાવ્યો હતો અને પૂતળા દહન કરીને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો હતો માનવ અધિકાર પંચ દરેક બાબતમાં બોલે છે પણ આ બાબતે કઈ નથી બોલતું તેવુ VHPનુ કહેવું છે. .

(8:07 PM IST)