તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
ધોળકામાં પ્રદૂષણ ફેલાવવા મામલે જીમાટેક્સ કંપની પર GPCBની કડક કાર્યવાહી: ફેક્ટરી બંધ કરવાનો આદેશ
કંપની ગેરકાયદેસર પાઇપલાઇન દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડીને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવી રહી હતી

અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારમાં આવેલી જીમાટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (Gimatex Industries Pvt. Ltd.) કંપની સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કંપની ગેરકાયદેસર પાઇપલાઇન દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડીને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવી રહી હતી. જેના કારણે સ્થાનિક ગામોમાં છેલ્લા 15 વર્ષથી લોકોને ચામડીના રોગો અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. GPCBએ કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે અને વીજળીનું કનેક્શન કાપી નાખવાની સૂચના આપી છે
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
