News of Monday, 22nd December 2025
અમદાવાદમાં બિલાડીને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં એક આરોપીની ધરપકડ
આરોપીની પત્ની બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી ભડકી અને સગર્ભા પત્ની પર હુમલો કરતા હોસ્પિટલ ખસેડવી પડી: ડૉક્ટરે ગર્ભને જોખમ હોવાનું જણાવતા આરોપી ઉશ્કેરાયો હતો

અમદાવાદમાં બિલાડીને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વાડજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પત્ની બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી ભડકી હતી અને સગર્ભા પત્ની પર હુમલો કરતા તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. ડૉક્ટરે ગર્ભને જોખમ હોવાનું જણાવતા આરોપી ઉશ્કેરાયો હતો. ત્યારબાદ આરોપીએ બિલાડીને AMCના પ્લોટ પર લઈ જઈ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા અન્ય લોકોની સંડોવણી અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. .
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
