<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

પ્રાંતિજના રાવળવાસમાં આંગણવાડીમાં દારૂના નશાખોરોએ તોડફોડ કરી: સ્થાનિક લોકોમાં રોષ

તોડફોડ કરતા લોકો ગેસની સગડી, વાસણો અને અન્ય સામાનને બહાર ફેંકી દીધો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રાવળવાસમાં આવેલી આંગણવાડીમાં દારૂના નશામાં એકઠા થયેલા લોકોએ તોડફોડ કરી હતી . રજાના દિવસે આ ઘટના ઘટતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તોડફોડ કરતા લોકો ગેસની સગડી, વાસણો અને અન્ય સામાનને બહાર ફેંકી દીધો હતો , જેનાથી આંગણવાડીમાં ઘણુું નુકસાન થયું છે. આ ઘટનાથી બાળકો અને કિસાન માટે સેવા આપી રહેલા આંગણવાડી કાર્યકરો પર અસર પાડી છે

 


 

(1:04 PM IST)