તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
નર્મદા જિલ્લામા મોજીલુ રાજપીપળા નામની સોશિયલ મીડિયા ચેનલના દેવ શાહને સ્ટાર એવોર્ડ મળ્યો
ઈન્સ્ટાગ્રામ પર મોજીલું રાજપીપળા નામની ચેનલમાં અવનવી સ્ટોરી મૂકી લોકોને જાણકારી આપનાર આ યુવાન સોશિયલ મીડિયાનો સ્ટાર છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આજકાલ સમગ્ર દેશ માં યુવાનોમાં સોશિયલ મીડિયાએ ખાસ આકર્ષણ મેળવ્યું છે પહેલા યુવાવર્ગ મોબાઈલમાં ગેમ રમી ટાઇમપાસ કરતું હતું પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ, ફેસબુકમાં અવનવા ફીચર આવતા યુવાવર્ગ હવે તેમાં વધુ રસ ધરાવે છે અને તેમાં કેટલાક યુવાનો રૂપિયા પણ મેળવે છે. ત્યારે નર્મદા જિલ્લાના એક યુવાને ઈન્સ્ટાગ્રામ પર મોજીલુ રાજપીપળા નામની ચેનલ ચાલુ કરી અવનવી સ્ટોરી મૂકી ખાસ જાણકારી આપતા તેને સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ મળ્યો છે અને નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયામાં ઘણા યુવાનો દ્વારા આ પ્રવૃત્તિ કરાઇ છે છતાં રાજપીપળા નિવાસી દેવ શાહની પસંદગી થઈ જેમાં દેવ શાહની મોજીલું રાજપીપળા એ જિલ્લામાં સારી જાણકારી આપતા તેને સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ મળતા તેણે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
