તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
ડેડિયાપાડા તાલુકામાં ઓ.એન.જી.સી અને અંકલેશ્વર એસેટ દ્વારા મહિલાઓને ટ્રેનીંગ અને મશીન આપવામાં આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોતીનગર ખાતે ઓ.એન.જી.સી અને અંકલેશ્વર એસેટના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને સ્વરોજગારી માટે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી જેના સમાપન દિવસે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા.
સાંસદ મનસુખભાઈ વસાવાએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને જણાવ્યું કે, દેશના યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૪૭માં અનેક યોજનાઓ થકી વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે એના જ ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. બધા શિક્ષિતોને સરકારી નોકરી નથી મળવાની તો દેશના ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એ માટે સુથારી કામ, સીવણ કામ, દૂધ ઉત્પાદન જેવા વિવિધ ક્ષેત્રે કૌશલ્યવર્ધન તાલીમ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. યુવાનોએ પણ ઉદ્યોગોમાં રોજગારી મેળવવા આઇ.ટી.આઈ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે.
જે બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા તેઓએ વર્તમાનમાં નવી ટેકનોલોજી અપનાવી નવી ડિઝાઈનો બનાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરે અને સરકારની મદદ થકી આત્મનિર્ભર બની દેશના વિકાસમાં સહભાગી થઈએ.
આ પ્રસંગે એસેટ મેનેજર જે.એન. સુકાનંદનજી, ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિના પ્રમુખ કાયલવિઝી સુકાનંદનજી, જનરલ મેનેજર પ્રમોદ કુમારજી, નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોહિતભાઈ વસાવા, ધર્મેન્દ્રસિંહ ચૌહાણજી, કિંજલબા ચૌહાણ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
