તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
રાજકોટમાં એસીપી તરીકે વી.બી. જાડેજાની નિમણૂક : મોરબીના પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ IB માં અને જામનગરના આર.બી. દેવધા નર્મદા ખાતે મુકાયા
ગુજરાત પોલીસમાં બઢતીનો ઘણવો નીકળ્યો : નવા અધિકારીઓની નિમણૂકોથી વહીવટી માળખું ગતિશીલ બનશે

રાજકોટ, તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા ૬૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને નાયબ પોલીસ અધિક્ષક (DySP) તરીકે બઢતી આપતા ત્રણ અલગ-અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. લાંબા સમયની રાહ બાદ બિનહથિયારી, હથિયારી અને વાયરલેસ વિભાગના પીઆઈને વર્ગ-૧ સંવર્ગમાં પ્રમોશન આપી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને સંસ્થાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે.
આ યાદીમાં મહત્વના ૫ નામ અને તેમની નવી જવાબદારીની વિગતો નીચે મુજબ છે:
૧. વી. બી. જાડેજા: પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) માંથી બઢતી મેળવી હવે રાજકોટ શહેરમાં સહાયક પોલીસ કમિશનર (ACP) તરીકે જવાબદારી સંભાળશે.
૨. પ્રતિપાલસિંહ એસ. ઝાલા: મોરબી ખાતે કાર્યરત આ અધિકારીને બઢતી આપી હવે રાજકોટ ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં નાયબ પોલીસ અધિક્ષક (DySP) તરીકે મુકવામાં આવ્યા છે.
૩. આર. બી. દેવધા: જામનગરથી બઢતી મેળવી હવે નર્મદા-રાજપીપળા ખાતે મુખ્ય મથક (HQ) ના નાયબ પોલીસ અધિક્ષક તરીકે કાર્યરત થશે.
૪. જે. કે. પટેલ: પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) માંથી પ્રમોશન મેળવી વલસાડ જિલ્લાના એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત થયા છે.
૫. પી. એન. પટેલ: બઢતી સાથે હવે બનાસકાંઠાના ડીસા ખાતે વિભાગીય પોલીસ અધિકારી (DySP) તરીકે નવી ફરજ બજાવશે.
રાજ્યપાલના હુકમથી જારી કરાયેલા આ આદેશોમાં ગૃહ વિભાગના ઉપસચિવ અમિત રાવલે જણાવ્યું છે કે આ બઢતીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ મોટા પાયે થયેલી બદલી અને બઢતીને કારણે પોલીસ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે. ઉલ્લેખનીય છે કે આ યાદીમાં ૫૫ બિનહથિયારી, ૭ હથિયારી અને ૬ વાયરલેસ વિભાગના પીઆઈનો સમાવેશ થાય છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
