તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 20th December 2025
વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં કોબ્રા સાપના કરડવાથી સમૃદ્ધિ નામની સિંહણનું મોત
સિંહણના પાંજરામાં અચાનક કોબ્રા સાપ ઘૂસી ગયો અને સિંહણને કરડી

વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કોબ્રા સાપના કરડવાથી સમૃદ્ધિ નામની સિંહણનું મોત થયું છે. મળતી માહિતી મુજબ સિંહણના પાંજરામાં અચાનક કોબ્રા સાપ ઘૂસી ગયો હતો અને તેણે સિંહણને કરડી હતી. બનાવની જાણ થતાં જ સિંહણને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેની હાલત બગડતા અંતે તેનું મોત નિપજ્યું. આ ઘટનાથી પ્રાણીસંગ્રહાલયના સ્ટાફ તેમજ પ્રાણીપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
