<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સુરતના અલથાણમાં શિવ રેસીડેન્સીના બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ:રહીશોને ઘરે પરત ફરવા મંજૂરી

SVNITની નિષ્ણાત ટીમે બિલ્ડીંગની સ્થળ પર જઈ તપાસ કરી હતી, જેમાં બિલ્ડીંગ સલામત હોવાનું સ્પષ્ટ થયું

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવતાં રહીશોને ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવી છે. SVNITની નિષ્ણાત ટીમે બિલ્ડીંગની સ્થળ પર જઈ તપાસ કરી હતી, જેમાં બિલ્ડીંગ સલામત હોવાનું સ્પષ્ટ થયું હતું. રિપોર્ટ પોઝિટિવ આવતા બાદ રહેવાસીઓ પોતાના સામાન સાથે પોતાના ઘરોમાં પરત ફર્યા હતા, જેને કારણે રહીશોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળ્યો છે.

(11:07 AM IST)