તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
પ્રતિક્ષા હેઠળના સંયુકત અને નાયબ સચિવોની નવી નિમણૂક

રાજકોટ, તા.૧૯: સચિવાલય સેવા નીચે દર્શાવેલ નાયબ સચિવ સંવર્ગ, વર્ગ-૧ તથા ઉપસચિવ સંવર્ગ, વર્ગ-૧ના અધિકારીઓની સેવાઓ સંવર્ગ સંચાલક સામાન્ય વહીવટ વિભાગના હવાલે મુકાયેલ છે. આ અધિકારીઓની બદલી કરીને તેઓના નામ સામે કોલમ ૪માં દર્શાવેલ વિભાગ/કચેરી ખાતે નિમણૂક કરવામાં આવે છે. આ ચારેય અધિકારીઓ મંત્રી મંડળ વિસ્તરણ પૂર્વે અલગ-અલગ મંત્રી ઓના કાર્યાલયમાં ફરજ પર હતા.
ક્રમ અધિકારીનું નામ હોદો બદલીથી નિમણૂકનો વિભાગ
કચેરીનું નામ
૧. કે.કે.પટેલ સંયુકત સચિવ માર્ગ અને મકાન વિભાગ
ર. આશિષ વી. વાળા સંયુકત સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
૩. મેહુલ કે. વસાવા નાયબ સચિવ નાયબ સચિવ (કેબિનેટ) (સા.વ.વિ.-ક.ગ.)
૪. કિશોર આર. રાઠવા નાયબ સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
