તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
૨૦૨૭ની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ડ્રગ્સ, દારૂનો મુદો ઉછાળે તેના મુકાબલા કરવા માટેની રણનીતિ ગાંધીનગરમાં ઘડાઈ રહી છે?
લોકો નહિ, રીઢા અપરાધીઓ પોલીસથી ડરવા જ જોઈએ, ચાલ બદલવી જોઈએ એવો મીની યોગી સ્વરૂપમાં સંદેશો પાઠવી હર્ષભાઈ પોતે હવે પછીના પોસ્ટિંગમાં મારા નહિ સારા અધિકારીઓને તક અપાશે તેવો સંદેશ આપી રહ્યાનું સૂત્રો જણાવે છે : પોલીસ પર હુમલા સમયે સ્વ બચાવમાં સીધી ગોળીઓ પગમા ધરબી દેવાની નીતિઓ જેવું ખરા અર્થમાં પોલિસિંગ કરવા ઈચ્છે છે તેનું મનોબળ વધવા સાથે લોકોમાં પણ પોલીસની છબી જે લાંબા સમયથી ધૂંધળી હતી તેમાં પણ સુધારો થયો હોવાનું સરકાર માને છે : સાવધાનઃ રાજ્ય સરકારના વિશ્વાસુ એવા ઉતર સૌરાષ્ટ્રના વડા અશોક કુમાર યાદવે સુરેન્દ્રનગરમાં જે આકરા પગલા લીધાં તે આગમના એંધાણ સમા છે, સિલસિલો દૂર દૂર સુધી જવાનો છે

૧૦ જેટલા સિનિયર IPS posting વગર અને પગાર વગર ઘેર બેઠા છે, ત્યારે રાજકોટના પૂર્વ ડીસીપી સજ્જન સિંહ પરમાર સહિત એસપી લેવલ તથા અન્ય તમામ લેવલે ગણતરીના દિવસમાં હક્કદાર બની જશે, સૂત્રોના મતે હવે ભૂતકાળની ભૂલ જેવું ન થાય તે માટે ૨૦૨૭ કેન્દ્રમાં રાખી તોલી તોલી નિમણૂક કરવાની નીતિ હોવાનું ટોચના સૂત્રો જણાવે છે
રાજકોટ, તા.૧૯: ડ્રગ્સ, દારૂ, જાહેરમાં કાયદો વ્યવસ્થા હાથમાં લેવી, ગમે ત્યાં ખેલ કરી નિર્દોષ લોકોને ડરાવવા અને આવા પ્રસંગે પોલીસ દ્વારા સક્રિય ન હોવાનું જણાયે તુર્ત આકરા પગલા લેવા ગળહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી એકશન.મોડમાં આવી જવાબદાર અધિકારીઓને આકરા પગલાંઓ લેવા આદેશો આપ્યા છે, અકિલા દ્વારા પોલીસ પર હુમલા કરનારના પગમાં ગોળીઓ મારી તેને કાબૂમાં લેવા આ નવા એકશન પ્લેનનો ભાગ હોવાનું જણાવેલ, જેને ખુદ ગળહમંત્રીના નિવેદને સમર્થન આપેલ છે.
ગુજરાતમાં ૨૦૨૭ની ચૂંટણીમાં ડ્રગ્સ, દારૂ, જાહેરમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડવા આ બધા મુદ્દા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળી ઉજાગર કરનાર છે, અને આવા મુદા પર ઉડતા પંજાબ મુદ્દો ક્લિક થયેલ તે કેન્દ્ર સુધી સહુની જાણમાં છે.
રીઢા ગુનેગારો પોલીસથી ડરવા જ જોઈએ અને તેમાં કશું ખોટું નથી હર્ષભાઈનુ આ એક જ વાકયમાં ઘણો મોટો મેસેજ છે.
સુરેન્દ્રનગર પંથકમાં વારંવાર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકતા , રાજકોટ રેન્જ વડા દ્વારા જવાબદાર હોવાનું કહેવાતા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા સાથે આખી LCB નું વિસર્જન કરી અશોક કુમાર યાદવે આખા ઉતર સૌરાષ્ટ્રના તેમના તાબાના તમામ જિલ્લાઓને શાનમાં સમજી જવા જણાવ્યું છે. અશોક કુમાર યાદવ રાજ્ય સરકારના ખૂબ વિશ્વાસુ અને નજીકના અધિકારી છે, અને શરૂઆત અહીંથી ગાંધીનગરે વધુ એક સંદેશ ગુજરાતના પોલીસ તંત્રને આપ્યો છે.
મુખ્ય પોલીસ વડા તરીકે રેગ્યુલર નિમણૂક પછી આવતા માસથી પોસ્ટિંગમાં પણ ૨૦૨૭ ધ્યાને રાખી રણનીતિ બનાવા જય રહ્યાનું સૂત્રો જણાવે છે. હાલમાં લાંબા સમયથી સિનિયર અધિકારીઓ લિસ્ટીંગ વગર ઘર બેઠા છે તેનું કારણ પણ પોસ્ટિંગની નવી નીતિ અંગેની વિચારણા હોવાનું સૂત્રો કહે છે.
જાન્યુઆરીમાં રાજકોટના પૂર્વ ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના અધિકારીઓ ડીઆઈજી પદ માટે હકદાર બનનાર છે, દરેક લેવલે બઢતી માટે સહુ રાહ જોઈ રહ્યા છે હવે મારાં નહીં સારા અધિકારીઓ ૨૯૨૭ ચૂંટણી પહેલા મૂકી દેવા અને તોજ આમ આદમી પારી અને કોંગ્રેસનું આક્રમણ ટાળી શકાશે તેવી સલાહ પણ અનુભવ્યો દ્વારા રાજ્ય સરકારને મળી હોવાનું સૂત્રો જણાવે છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
