<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

સુરતમાં પ્રતિબંધિત ‘ગોગા પેપર’ સામે શહેર SOGની કાર્યવાહી યથાવત

સિંગણપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ ગોડાઉનોમાં SOGની ટીમે રેડ કરી: અંદાજે રૂ. 40 હજારની કિંમતનો ગોગા પેપરનો જથ્થો જપ્ત

સુરતમાં પ્રતિબંધિત ‘ગોગા પેપર’ સામે શહેર SOGની કાર્યવાહી યથાવત ચાલુ છે. શહેર SOG દ્વારા સતત ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. સિંગણપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ ગોડાઉનોમાં SOGની ટીમે રેડ કરી હતી, જેમાંથી અંદાજે રૂ. 40 હજારની કિંમતનો ગોગા પેપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(7:49 PM IST)