તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
દાઉદી વ્હોરા ધર્મગુરૂ અમદાવાદની પધરામણી બાદ રાત્રિના મુંબઈ રવાના
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ખાસ મુલાકાત લીધી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૧૮: દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) અમદાવાદની ત્રણ દિવસની પધરામણી બાદ બુધવારે રાત્રિના હવાઈ માર્ગે મુંબઈ પોતાના મલબાર હિલ સ્થિત સત્તાવાર નિવાસ સ્થાન સૈફી મહેલ પર પહોંચી ગયા હતાં અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં આવેલા દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા કુતુબુદ્દીન શહિદના ઉર્ષ મુબારક અવસરે તેઓએ પધરામણી કરી હતી અને અમદાવાદમાં સૌરાષ્ટ્રભરના વ્હોરા સમાજના ભાઈ બહેનો અને બાળકોએ તેમના દીદાર અને ધર્મવાણી સાંભળી ધન્યતા અનુભવી હતી સૈયદના સાહેબની ત્રણ દિવસની પધરામણીમાં વાએઝ, જીયારત, મજલીસ જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમોમાં પ્રત્યેક ગામોના વ્હોરા બિરાદરોએ મોટી સંખ્યામાં ધર્મલાભ લીધો હતો ખાસ કરીને બુધવારે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ મુલાકાત કરી હતી ત્યાં તેમનું સન્માન કરી ખુશી વ્યક્ત કરી હતી.અત્રે નોંધનીય છે કે ડો.સૈયદના સાહેબને વળદ્ધાવસ્થા હોવા છતાં સતત દેશ દેશાવરનો પ્રવાસ કરી પોતાના અનુયાયીઓની ખેર ખબર લે છે ઉલ્લેખનીય છે કે સૈયદના સાહેબની બેખુબીભરી કામગીરીને કારણે તેમને દેશ વિદેશમાંથી અનેક સર્વોચ્ચ માન ઇકરામો મળ્યાં છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
