તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
સાગબારા પો.સ્ટે.ના ભાગેડું પ્રોહી. ના આરોપીને ઓપરેશન કારાવાસ" હેઠળ ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

( ભરત શાહ દ્વારા )નર્મદા : ઈ/ચા ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તા.૨૬/૧૧/૦૨૫ થી તા.૧૨/૧૨/૨૫ સુધી પેરોલ ફર્લો વચગાળા પોલીસ જાપ્તા અને જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સારૂ ખાસ “ઓપરેશન કારાવાસ" ડ્રાઈવ રાખવામાં આવેલ જે અંગે ખાસ સૂચના આર.જી. ચૌઘરી કરતાં પો.ઇન્સ. એલ.સી.બી.નર્મદા નાઓએ આરોપીઓને ઝડપી પકડી પાડી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા સારૂ પેરોલ-ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ ડી.આર.રાઠોડ નાઓને (૧) સાગબારા પો.સ્ટે.ના પ્રોહી. ગુનામાં પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ સંડોવાયેલ આરોપી ગુનાના કામે અટક કરવાના બાકી હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપી સરવનસીગ અજીતસીગ હરીજન (ઉ.વ.૪૯ )(રહે.નઠવાલ તા-બટાલા જી-ગૂરૂદાસપુર (પંજાબ) નાઓની તપાસમાં તા-૧૦/૧૨/૨૦૨૫ ના રોજ રવાના કરેલ અને તા.૧૨/૧૨/૨૫ ના રોજ બટાલા પહોંચી તેના ઘરે તપાસ કરતાં એક ઈસમ હાજર હોય તેનું નામ ઠામ પુછતાં ઉપરોક્ત આરોપી હોવાનું જણાવતાં તેને પકડી આગળની કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોપવામાં આવેલ છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
