તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
મોંઘા રિચાર્જ અને તગડી કમાણી કરતા કંપની વાળા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોબાઈલ ટાવરની ગંભીર સમસ્યા છતાં કંપનીઓ ધ્યાન આપતી નથી
નેટવર્ક સરખું નહીં આવતા કોલ કટ થવાની અથવા ચાલુ ફોનમાં અવાજ નહીં આવવાની દરરોજની સમસ્યા :જિલ્લાના અંતરિયાળ ગામો માં તો ટાવર જ નહી આવતા ઇમરજન્સીમાં 108 કે પોલીસના.મદદ માટે મુશ્કેલી, સગર્ભા મહિલા માટે ભારે તકલીફ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજ્ય સરકાર વિકાસ ની વાતો કરે છે પરંતુ ઇન્ટરનેટના આ યુગ માં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોબાઈલ ટાવરની ગંભીર તકલીફ હોવા છતાં એકપણ કંપની ગ્રાહકોની સુવિધામાં કોઇજ ધ્યાન આપતી નથી
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મોબાઈલ નેટવર્ક ની સુવિધા બાબતે એકપણ કંપની યોગ્ય સર્વિસ આપતી નથી જ્યારે કંપનીના કસ્ટમર કેર પર ફોન કરવામાં આવે છે તો ખાલી કોણી એ ગોળ લગાવી ગ્રાહકને માત્ર સંતોષ આપવામાં આવે છે પરંતુ કોઇજ ફરિયાદનું નિરાકરણ આવતું નથી જેમાં નેટવર્ક સરખું નહીં આવતા કોલ કટ થવાની અથવા ચાલુ ફોનમાં અવાજ નહીં આવવાની દરરોજ ની સમસ્યા છે, જિલ્લાના અંતરિયાળ ગામોમાં તો ટાવર જ નહી આવતા ઇમરજન્સી માં 108 કે પોલીસ ની મદદ માટે મુશ્કેલી પડે છે જેમાં ખાસ કરીને સગર્ભા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ઘડીએ મોબાઈલ નહીં લાગતા રસ્તામાં જોખમી ડિલિવરી કરાવવી પડે છે જેમાં માતા અને બાળક માટે જોખમ ઊભું થાય છે
ઘણીવાર ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત સર્જાય કે અન્ય કોઈ.ઇમરજન્સીમાં.પણ નેટવર્કના અભાવે કોલ નહી લાગતા ઇજાગ્રસ્ત વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામતાં હોય છે, હાલના આધુનિક યુગમાં મોબાઈલ કાર્ડ ની.કંપનીઓ દ્વારા જાહેરાતો આપી ગ્રાહકોને લલચાવવા આવે છે પરંતુ નેટવર્ક બાબતે એકપણ.કંપની યોગ્ય.સર્વિસ આપતી નથી માટે સરકાર નર્મદા જિલ્લા.જેવા જિલ્લામાં યોગ્ય સર્વિસ બાબતે પગલા લે તેવી માંગ છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
