News of Sunday, 14th December 2025
કરજણ ડેમથી જીતનગર ચોકડીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી હાલાકી
જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર અને મેડિકલ કોલેજ જેવી સંસ્થાના લોકોને આ રસ્તાનો ભોગ બને તેવી શક્યતાઓ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં વેઠ ઉતારી મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ઘણા વર્ષોથી ચર્ચામાં.રહેલી છે ત્યારે હાલમાં કરજણ ડેમથી જીતનગર ચોકડીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાની વાત પણ હાલ ચર્ચા માં છે
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરજણ ડેમથી જીતનગર ચોકડીનો રસ્તો બિસ્માર હાલતામાં છે જેમાં અત્યારે કરજણ ડેમથી જીતનગર રસ્તાનું કામ જીસીબી દ્વારા ચાલુ કર્યું હતું પરંતુ રસ્તાનાં ખાડા પડેલ હતા ત્યાં ખોદકામ કરી ગ્રેવેલ દ્વારા પુરાણ કર્યું પરંતુ આ પુરાણ ના કારણે લોકોને ધૂળનો સામનો કરવાનો વારો આવે છે માટે સત્વરે આ રસ્તાનું કામ ચાલુ કરાય એવી માંગ આસપાસનાં ગામડાના લોકોના લોકોની માંગ છે, ત્યાં આવેલ પોલીસ હેડ કવર્ટર અને મેડિકલ કોલેજ જેવી સંસ્થાના લોકોને આ રસ્તાનો ભોગ બને તેવી શક્યતાઓ રહેલી છે, માટે તંત્ર દ્વારા આ માર્ગનું યોગ્ય રીતે અને ઝડપી કામ પૂર્ણ કરાઈ એ જરૂરી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
