News of Sunday, 14th December 2025
અમદાવાદમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડનાર બે આરોપી ઝડપાયા:10 માસમાં 60 જેટલા બેન્ક ખાતા ખોલાવ્યા
પોલીસે 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક 17 મોબાઇલ 40 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, લેપટોપ, કંપનીના સ્ટેમ્પ, 9 સીમકાર્ડ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડને અટકાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ માત્ર 10 મહિનામાં 60 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમની ટીમે 'સમન્વય પોર્ટલ'ના ડેટાનું વિશ્લેષણ કરતાં યસ બેંક અને ઉત્કર્ષ બેંકમાં ખોલાવેલા કેટલાક બેંક એકાઉન્ટ વિરુદ્ધ ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં સાયબર ક્રાઇમની ફરિયાદો મળી આવી હતી. જેના આધારે તપાસ હાથ ધરીને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પોલીસે 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક 17 મોબાઇલ 40 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, લેપટોપ, કંપનીના સ્ટેમ્પ, 9 સીમકાર્ડ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બંને બેન્ક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા 4 કરોડો 77 લાખ જમા થયા હતા. આ બંને આરોપીઓએ અલગ અલગ પેઢીના નામે સંયુક્ત ભાગીદારીમાં તથા વ્યક્તિગત રીતે 12 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેની વિરુદ્ધમાં 22 જેટલી સાઇબર ક્રાઈમની ઓનલાઈન ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી છે. આમ આરોપીઓએ આ રીતે કુલ 60 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ તમામ બેંક એકાઉન્ટ માં માત્ર 10 મહિનામાં કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
