News of Saturday, 13th December 2025
અમદાવાદ-તિરૃચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ પરિવર્તિત રૃટથી દોડશે
આ ટ્રેનને તિરૃત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું ઃઆ દરમિયાન આ ટ્રેન અરક્કોણમ,પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ અને ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં જાય

અમદાવાદ,તા.૧૩
અમદાવાદ-તિરૃચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૃત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
*ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરૃચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ સુધી પરિવર્તિત માર્ગ વાયા રેનિગુંટા-અરક્કોણમ નૉર્થ કેબિન-મેલપક્કમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમના રસ્તે ચાલશે.*ટ્રેન નંબર ૦૯૪૨૦ તિરૃચિરાપલ્લી-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી પરિવર્તિત માર્ગ વાયા વેલૂર કેન્ટ-કાટપાડી-મેલપક્કમ-અરક્કોણમ નૉર્થ કેબિન-રેનિગુંટાના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ચેંગલપટ્ટૂ-તામ્બરમ અને ચેન્નાઈ એગ્મોર, પેરમ્બૂર, અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
