News of Friday, 12th December 2025
અરવલ્લીના રોડ પર દુર્ગંધયુક્ત કેમિકલ જેવું પ્રવાહી ઢોળાતા રાહદારીઓ પરેશાન :બંને બાજુએ ભારે ટ્રાફિકજામ સર્જાયો
ચીકણા પ્રવાહીના કારણે 10થી વધુ વાહનચાલકો સ્લીપ થયા :સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ પ્રવાહીને સાફ કરવાની અને ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી

અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક આજે સવારે રોડ પર દુર્ગંધયુક્ત કેમિકલ જેવું પ્રવાહી ઢોળાતા રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. આ પ્રવાહી રોડ પર ફેલાઈ જવાથી રોડની બંને બાજુએ ભારે ટ્રાફિકજામ થયો હતો.
વધુમાં, આ ચીકણા પ્રવાહીના કારણે 10થી વધુ વાહનચાલકો સ્લીપ થયા હતા, જેનાથી નાની-મોટી ઇજાઓ થવાનો ભય સર્જાયો હતો. અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના લોકો પણ ભારે પરેશાન થયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ પ્રવાહીને સાફ કરવાની અને ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રવાહી ક્યાંથી આવ્યું અને કોણે ઢોળ્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
