<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સંધ્‍યા ભૂલ્લર અને લોચન શહેરા કેન્‍દ્રમાંથી પરત

‘કૂલિંગ ઓફ' શરત ચર્ચાસ્‍પદઃ બન્નેની લાંબો સમય મહત્‍વના પદે નિમણૂક નહિ?

અમદાવાદ તા. ૧૨: કેન્‍દ્રીય નિમણૂક સમિતિ (એપોઇન્‍ટમેન્‍ટ્‍સ કમિટી ઑફ ધ કેબિનેટ - એસીસી) એ ગુજરાત કેડરના બે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને કેન્‍દ્ર સરકારમાંથી પાછા ગુજરાત મોકલવા (પ્રી-મેચ્‍યોર રિપેટ્રિએશન) ને મંજૂરી આપી દીધી છે, પરંતુ બંનેના કિસ્‍સામાં વિસ્‍તળત કૂલિંગ ઑફ પીરિયડ (એક્‍સટેન્‍ડેડ કૂલિંગ ઑફ) લાદવામાં આવ્‍યો છે.

૧. સંધ્‍યા ભુલ્લર (આઈએએસ જીજેઃ૨૦૦૩) હાલ વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયમાં સંયુક્‍ત સચિવ તરીકે ફરજ બજાવતાં સંધ્‍યા ભુલ્લરને તાત્‍કાલિક અસરથી ગુજરાત કેડરમાં પરત મોકલવામાં આવશે. તેમના પર વિસ્‍તળત કૂલિંગ ઑફ  શરત લાગુ કરાઈ છે.

૨. લોચન સેહરા (આઈએએસ જીજેઃ ૨૦૦૨) અમદાવાદ સ્‍થિત ઇન-સ્‍પેસમાં સંયુક્‍ત સચિવ તરીકે ફરજ બજાવતા લોચન સેહરાને પણ કેન્‍દ્રમાંથી ગુજરાત પરત મોકલવાની મંજૂરી મળી છે અને તેમના પર પણ વિસ્‍તળત કૂલિંગ ઑફની શરત લાદવામાં આવી છે.

કેન્‍દ્ર સરકારના નિયમો પ્રમાણે, કેન્‍દ્રથી રાજ્‍યમાં પરત ફરતા અધિકારીઓને સામાન્‍ય રીતે ૨થી ૩ વર્ષનો કૂલિંગ ઑફ પીરિયડ હોય છે, પરંતુ ૅવિસ્‍તળત કૂલિંગ ઑફૅનો અર્થ એ થાય કે આ અધિકારીઓને લાંબા સમય સુધી મહત્‍વનાં પદો કે જવાબદારીઓ નહીં સોંપવામાં આવે તેવી ચર્ચા છે

(3:35 PM IST)