તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
સાડીઓ છાપતા, છાપતા સલમાનને બનાવટી નોટો છાપવાનો વિચાર આવેલ અને અમલમાં પણ મૂકી દીધેલ
અનુપમસિંહ ગેહલોતનું ઓપરેશન વોન્ટેડ નવા વિક્રમો સર્જતા રાજ્ય સરકાર આફ્રિન, આખા રાજ્યમાં અમલી બનાવવા સજ્જ : JCP વાબાંગ ઝમીર, ડીસીપી કાનન દેસાઈ, એસીપી વી.એમ. જાડેજાના માર્ગદર્શનમાં સુરત ઉધના પોલીસને આવી રીતે સફળતા મળી, Pi એસ.એન. દેસાઈ રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ, તા. ૧રઃ સાડીઓનુ પ્રિન્ટિંગ કામ અર્થાત્ તે છાપતા છાપતા મગજમાં વિચાર આવ્યો કે, આવી મગજમારી કરવાને બદલે સીધી બનાવટી નોટો જ પ્રિન્ટ કરી તેનું વેચાણ કરીએ તો જીવનમાં કોઈ તકલીફ ન રહે તેવું સમજી બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરનાર અને પકડાયા પછી લાંબો સમય વોન્ટેડ રહેલ શખ્સ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાલતા ઓપરેશન અભિયાન અંતર્ગત અમારી ટીમે પકડી લીધો છે તેમ અકિલા સાથેની વાતચીતમાં પોલીસ સુરતના ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન. દેસાઈ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
રાજ્ય સરકાર જે અભિયાનને આખા રાજ્યમાં અમલી બનાવવા માગે છે તેવા પોલીસ કમિશનરના આ અભિયાનને સફળ બનાવવા જોઇન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, ડીસીપી કાનન દેસાઈ, એસીપી વી એમ.જાડેજા વિગેરે કાર્યરત બની માર્ગદર્શન આપી રહ્યા છે. જે સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન. દેસાઈ, પીઆઇ જે.એન. ઝાંબરે, સર્વેલેન્સ સબ ઇન્સ્પેક્ટર એમ. કે. ઈશારાની, તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ, કમલેશભાઈ વિગેરે સ્ટાફ વગેરેએ સચોટ બાતમી આધારે સલમાનને ઝડપી લીધેલ.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
