<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

બે વર્ષમાં સોનું ખરીદનારાના નામ અને સરનામા આપોઃ ITની જવેલર્સને નોટિસ

ડિસેમ્‍બરના આરંભથી જ નોટિસો મોકલવાની શરૂઆત : અમદાવાદની માફક ગુજરાતના અન્‍ય શહેરના જવેલર્સને પણ આવી જ નોટિસો આપવામાં આવી હોવાના અહેવાલ

અમદાવાદ તા.૧૨: વડોદરાના બિઝનેસમેન અને બેન્‍કના રૂા. ૨૦,૦૦૦ કરોડના ડિફોલ્‍ટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ ગઈકાલે સુપ્રીમ કોર્ટની રજિસ્‍ટ્રીમાં વન ટાઈમ સેટલમેન્‍ટના ભાગરૂપે ભરવાના થતાં રૂા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દઈને તમામ ગુનાઓમાંથી માફી મેળવી લીધી હોવાનું

પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે. સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતન સાંડેસરા ૧૭મી ડિસેમ્‍બર પહેલા બેન્‍કોને ચૂકવવા માટે વન ટાઈમ સેટલમેન્‍ટ યોજના હેઠળ નક્કી કરેલા રૂા. ૫૧૦૦ કરોડ જમા કરાવી દે તો તેમને તમામ ફોજાદરી કેસોમાં મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્‍તિ આપી દેવામાં આવશે.

આવકવેરા ધારાની કલમ ૧૩૩(૫) હોઠળ સોનીઓ અને જવેલર્સને આપવામાં આવેલી નોટિસોમાં જ્‍વેલર્સને તેની દ્વારા કરવામાં આવી રહેલા વેપાર અંગે ટૂંકમાં સમજણ આપવા જણાવવામાં આવે છે. આ સાથે જ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં તેમણે કરેલા વેપારની વિગતો આપવા જણાવવામં આવ્‍યું છે. આ સાથે જ પહેલી એપ્રિલ ૨૦૨૩થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી. બે વર્ષના ગાળા માટે તેમના બેન્‍ક ખાતાના ઉતારાની સંપૂર્ણ વિગતો રજૂ કરવાની સૂચના આપી દેવામ આવી છે. સોનીઓને તેમના ગ્રાહકોના નામ અને સરનામા આપવા જણાવવામાં આવ્‍યું છે. આ જરીતે ખરીદી કરનારનો સંપર્ક નંબર પણ આપવાની સૂચના આપી છે. તેમને કેટલું સોનું વેચવામાં આવ્‍યું અને તેમને કેવા પ્રકારની સર્વિસ જવેલસ પૂરી પાડી તેની વિગતો રજૂ કરવા જણાવી દેવામાં આવ્‍યું છે.

તેમની સાથેના વહેવારો કયા બિલ નંબરથી કઈ તારીખે કરવામાં આવ્‍યા તેની વિગતો પણ આવકવેરા કચેરીઓ માગી છે. કેટલી રકમના વેપાર કર્યા છે તેની ગ્રાહક દીઠ વિગતો આપવાની માગણી કરવામાં આવી છે. જ્‍વેલર્સને તેમના ગ્રાહકે તેમને ચેકથી કેટલા નાણાં આપ્‍યા ને રોકડેથી કેટલા નાણાં આપ્‍યા તેની વિગતો પણ માનવામાં આવી છે. કઈ તારીખનો ચેક આપ્‍યો છે તેની વિગતો પણ ચેક નંબર સાથે આપવાની માગણી કરવામાં આવી છે.

સોનીઓ અને જવેલર્સને ૧૮મી  ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીમાં તમામ વિગતો આપી દેવાની માગણી કરવામાં આવી છે. પરિણામે સોનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે

(11:45 AM IST)