<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

વડોદરાના અંકોડિયા ગામે અવાવરૂ જગ્યાએથી અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો : પોલીસ તપાસ શરૂ

પોલીસે આ યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેને લઈને તપાસ હાથ ધરી

વડોદરાના અંકોડિયા ગામે અવાવરૂ જગ્યાએથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે આશરે  24 થી 25 વર્ષની અજાણી યુવતીનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તાલુકા પોલીસને જાણ થતા જ ઘટના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા .  યુવતીની હત્યા કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ રહયું છે  પોલીસે જગ્યાને કોર્ડન કરી મૃતદેહ પી એમ માટે ખસેડ્યો છે. પોલીસે આ યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેને લઈને તપાસ હાથ ધરી છે.

(6:11 PM IST)