તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
સુરતની રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ હજુ બેકાબુ : આગને કાબૂમાં લેવા કામગીરી કરતા ત્રણ કર્મચારીઓ દાઝયા
ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો: ટોપ ફ્લોરની નીચેના ત્રીજા માળે લાગેલી આગ ઉપર સુધી પ્રસરી

સુરતની રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ હજુ પણ કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવાઈ રહ્યો હોવા છતા આગ હજી પણ બેકાબૂ છે. આગને કાબૂમાં લેવાની કામગીરી કરતા ત્રણ કર્મચારીઓ દાઝયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભીષણ આગ પર કાબુ મેળવવા માટે, અત્યાર સુધીમાં 15 લાખ લીટર પાણીનો ઉપયોગ કરાયો છે. સવારે આઠ વાગ્યાની આસપાસ ફાયરને આગનો કોલ મળ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. ટોપ ફ્લોરની નીચેના ત્રીજા માળે લાગેલી આગ ઉપર સુધી પ્રસરી છે. ફાયર વિભાગનો મોટો કાફલો હજી પણ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી રહ્યા છે
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
