<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-1)-૨૦૨૫નુ આયોજન

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-1 તા:૨૧ ના લેવાશે

અમદાવાદ તા.૧૦ : રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-1)-૨૦૨૫નુ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-1-૨૦૨૫ (Teacher Eligibility Test-I(TET-1)-2025) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા:૨૧/૧૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૨.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.

આ કસોટી માટેની હોલટીકીટ તા:૧૦/૧૨/૨૦૨૫ (બપોરના ૦૨.૦૦ કલાક) થી તા:૨૧/૧૨/૨૦૨૫ (બપોરના ૧૨.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર વિનંતી કરી છે.

(3:31 PM IST)