તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
ડ્રગ્સ અને કેફી પદાર્થો સામે ગુજરાતમાં વ્યાપક ઝુંબેશ : અમદાવાદ, વડોદરા અને સુરતમાં પોલીસ કમિશનરોના આદેશથી સઘન દરોડા
અમદાવાદમાં નશાકારક સીરપ માટે પોણી ડઝન સ્થળોએ ચેકિંગ : સુરતમાં હસીસના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો : વડોદરામાં વિશેષ અભિયાન હેઠળ પોલીસ ટીમને પ્રાથમિક સફળતા મળી

રાજકોટ, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ : ડ્રગ્સ અને અન્ય કેફી પદાર્થોના દૂષણ સામે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક (અમદાવાદ), પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર (વડોદરા) અને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત (સુરત)ના આદેશ મુજબ પોલીસ દ્વારા સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે.
અમદાવાદ:
અમદાવાદમાં નશાકારક સીરપ અંગે પોણી ડઝન સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને વિવિધ મેડિકલ સ્ટોર્સ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સુરત:
સુરતમાં કમિશનર અનુપસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉતરાણ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હસીસના જથ્થા સાથે મંજીતસિંહ સિક્લીગર નામના આરોપીને ઝડપી લીધો છે.
વડોદરા:
વડોદરામાં પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના વિશેષ અભિયાન અંતર્ગત, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્ચાર્જ એસીપી ડી.જે. ચાવડાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાની ટીમો દ્વારા નશાકારક સીરપ અંગે દરોડા પાડવામાં આવ્યા છે અને તેમને પ્રાથમિક સફળતા પણ મળી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
