તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
બનાસકાંઠાના ઓગડ તાલુકાના વિભાનેસડા મંડળીમાં લોન કૌભાંડને લઈને મોટો પર્દાફાશ
લાખો રૂપિયાના આ કૌભાંડને લઈને ખાતેદારોએ ડીસા નાયબ કલેકટર અને થરા પોલીસ મથકે કરી રજૂઆત

બનાસકાંઠાના ઓગડ તાલુકાના વિભાનેસડા મંડળીમાં લોન કૌભાંડને લઈને મોટો પર્દાફાશ થયો છે. મંડળીના ચેરમેન અને મંત્રીઓ દ્વારા અનેક ખાતેદારોના નામે ખોટી સહી કરીને બેન્કમાંથી લોન ઉપાડવામાં આવી છે. આ કૌભાંડમાં આશરે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ખોટી સહી કરી બેન્કમાંથી 2 લાખથી 4 લાખ સુધીની લોન અનિયમિત રીતે મંજૂર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ઓગડ તાલુકાની મંડળીના ચેરમેન અને મંત્રીએ ગામના અનેક ખાતેદારોના નામ પર લોન લીધી. જ્યારે આ લોકોએ પોતાની જાણના વિરૂદ્ધ કોઈ લોન માટે અરજી કરી નહોતી.
જોકે, હવે કાંકરેજના બુકોલી ગામના ખાતેદારોની ઓગડ તાલુકાની મંડળીમાં લોન થતા અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે. બેન્કના કેટલાક કર્મચારીઓની મદદ અને સંડોવણી હોવાની વાત પણ સામે આવી છે. તો ઘણા ખાતેદારોને તો તેમના નામે લોન પણ લેવાઈ છે તે અંગે ખબર નહોતી. નોંધનીય છે કે, રકમ સીધી જ કૌભાંડ કરતી ટોળકીના લોકો દ્વારા ઉપાડી લેવામાં આવી છે. લાખો રૂપિયાના આ કૌભાંડને લઈને ખાતેદારોએ ડીસા નાયબ કલેકટર અને થરા પોલીસ મથકે કરી રજૂઆત કરવામાં આવી છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
