<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

નવસારીના ઐતિહાસિક સરબતીયા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા ફૂડકોર્ટ સહિત વોકવે અને સીટિંગ એરિયા બનાવવાની યોજના પર વિવાદ

તળાવના અમુક ભાગને પુરીને ફૂડ કોર્ટ બનાવવાથી તળાવની પહોળાઈ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી

નવસારી તા.૯ : નવસારીના ઐતિહાસિક સરબતીયા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા ફૂડકોર્ટ સહિત વોકવે અને સીટિંગ એરિયા બનાવવાની યોજના પર વિવાદ ઊભો થયો છે, પૂર્વ વિપક્ષી સભ્ય સહિત શહેરના બુદ્ધિજીવી વર્ગ એ પણ આ તળાવના પુરાણ બાબતે વિરોધ વ્યક્ત કર્યો છે 

નવસારી શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સરબતીયા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ફૂડ કોર્ટ બનાવવાની યોજનાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જ્યાં તળાવનું પુરાણ નહીં થાય અને લોકોને નવું નજરાણું મળશે તેમ જણાવ્યું છે, ત્યાં શહેરના બુદ્ધિજીવીઓ, વકીલ અને પૂર્વ વિપક્ષી સભ્યોએ આ યોજનાનો સખત વિરોધ કર્યો છે. તળાવના અમુક ભાગને પુરીને ફૂડ કોર્ટ બનાવવાથી તળાવની પહોળાઈ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ મામલે ખુલાસો કર્યો છે કે, સરબતીયા તળાવમાં બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે, જેમાં ફૂડકોર્ટ પણ શરૂ કરવામાં આવશે. લોકોને બેસવા અને હરવા-ફરવા માટેનું એક નવું નજરાણું મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ તળાવનું પુરાણ કરવામાં નહીં આવે." કમિશનરે તળાવની મૂળ સ્થિતિ જાળવી રાખવાની ખાતરી આપી છે. શું કહે છે પાલિકા કમિશનર સાંભળો તેમના જ મુખે

હાલમાં પણ આ સ્થળે સ્ટ્રીટ ફૂડની લારીઓ ઊભી રહે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. પ્રોજેક્ટમાં માત્ર બ્યુટીફિકેશન, સારો વોકવે અને લોકો શુદ્ધ હવા લઈ શકે તેવી જોગવાઈ થવી જોઈએ.આ જગ્યાએ લારીઓનો શંભુ મેળો ઊભો કરી અને ત્યાં લોકોનું ટોળું ભેગું કરવું એ યોગ્ય નથી. તેવી માંગ પણ શહેરમાંથી ઉઠી છે, શહેરમાં વિકાસના નામે વિનાશ ન થવો જોઈએ,મહાનગરપાલિકાના કમિશનર તળાવ પુરાણ નહીં થવાની વાત કરી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષ અને બુદ્ધિજીવીઓ તળાવનો ભાગ પૂરીને ફૂડ કોર્ટ બનશે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે, મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવે તો જ લોકોમાં ઉભો થયેલો ગેરસમજ અને વિરોધ શાંત પડી શકે તેમ છે.

(4:49 PM IST)