તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
૧૫૦૦ કરોડના ફ્રોડ,બનાવટી જેલ સુપ્રિ. અને બોગસ જેલર બનનારા સહિત ૬ દિવસમાં કુલ ૨૬ આરોપીઓ પાસાના પિંજરે પુરાયા
સુરતમાં ચાલુ વર્ષમાં અસમાજિક તત્વો વિરુદ્ધ પાસાનો આંક ૧૦૦૦ ને આંબવા ઘડીઓ ગણાઈ રહી છે... અકિલા સાથે pcb Pi આર. એસ સુવેરા અનુપમસિંહ ગેહલોતના જંગનીવાયરલ કિસ્સાની ભીતરી વાતો વર્ણવે છે પ્રજાના વિવિધ વર્ગોમાંથી સીપી દ્વારા ખાનગીમાં માહિતી એકઠી કરી, ચકાસણી થાય છે. જેતે પોલીસ મથકમાંથી કુંડળીઓ મંગાવવા pcb માં વિશેષ ટીમો. ફુલ પ્રૂફ દરખાસ્ત તૈયાર કરી રાત દિવસ જોયા વગર કાર્ય ધમધમે છે

રાજકોટ તા. ૯: ચાલુ વર્ષ દરમિયાન વિવિધ અસમાજિક તત્વો વિરુદ્ધ કાયદાકીય ગાળિયો કસી, સુરતની પ્રજાને અસામાજિક તત્વોના ત્રાસથી મુકત કધકેલાયેલ રાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારે પાસા હેઠળ જેલમાં ધકેલાયેલ સંખ્યા ૧૦૦૦ ના આંકને પાર કરવાની ઘડીઓ ગણાઈ રહી છે, તેમ અકિલા સાથેની વાતચીતમાં આ સમગ્ર કાર્યવાહીમાં જેમની ટીમે રાત દિવસ જોયા વગર યોગદાન આપ્યું છે, તે ટીમ અર્થાત્ PCB ટીમના સુકાની આર. એસ. સુવેરા એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
પીઆઇ આર એસ સુવેરાએ એક રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે ૧૫૦૦ કરોડના સાયબર ફ્રોડ દ્વારા આખા ગુજરાતને હચમચાવી મૂકનાર આરોપીઓ તથા ડુપ્લીકેટ જેલર અને જેક સુપ્રી બની જેલમાં ટિફિન વિશેષ વ્યવસ્થા ઊભી કરવાના મામલાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખૂબ ગંભીર ગણી આવા પ્રકારના સમાજમાં ખોટા મેસેજ જતા રોકવા ૬ દિવસમાં કુલ ૨૬ આરોપીને જેલ ભેગા કરી દેતા અંધારી આલમમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે. તેઓએ વિશેષના જણાવેલ કે પોલીસ કમિશનરશ્રી શહેરના દરેક પોલીસ મથકની જાતે મુલાકાત લેવા સાથે પ્રજાના વિવિધ વર્ગોને મળી તેમની પાસેથી અસામાજિક તત્વો અંગે માહિતી મેળવી, તે બાબતે ખાતરી કરાવી જેતે પોલીસ મથક પાસેથી કુંડળી મેળવી, PCB પાસે માહિતી આવે છે. અને PCB દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવે છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
