તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
અમદાવાદમાં મહિને રિક્ષા દીઠ એકહજારનો હપ્તો, વર્ષે રૂપિયા ૧૮૦ કરોડના ઉઘરાણાં!
પોલીસ વહીવટદારની ઉઘરાણી, સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ : ગુજરાતમાં ૧૦૦૦ કરોડથી વધારેની ગેરકાયદે ઉઘરાણીનો આક્ષેપ

અમદાવાદ તા.૯: અમદાવાદ શહેરમાં પોલીસ દર મહિને રિક્ષા દીઠ એક હજારનો હપ્તો લઈ રહી છે. આમ વર્ષે ૧૨ હજાર ગેરકાયદે ચુકવવામાં આવે છે. વિપક્ષના પ્રવક્તાએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો રજૂ કરી દાવો કર્યો છે કે, રિક્ષાચાલકે સ્વીકાર્યું છે કે, પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રિક્ષાનો એક હજારનો હપ્તો લેવામાં છે, કારણ કે અમદાવાદમાં શટલ રિક્ષા ચલાવવાની પરમિશન નથી, અમદાવાદમાં અંદાજે ૩ લાખ રિક્ષામાંથી દોઢ લાખ જેટલી રિક્ષા જો શટલ તરીકે ચાલે છે તે મુજબ માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી વર્ષે રૂ. ૧૮૦ કરોડથી વધારે હપ્તાની ઉઘરાણી થાય છે.
પત્રકાર પરિષદમાં દાવો કરાયો છે કે, હપ્તો આપનાર રિક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટિકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે અને એવી રિક્ષાઓને પોઈન્ટ પર રોકાતી નથી, દર મહિને સ્ટિકરની ડિઝાઈન બદલાય છે અને દિવાળી સમયે ખાસ દીવો સ્વરૂપનું સ્ટિકર લગાડવામાં આવે છે. માત્ર અમદાવાદના વ્યવહારનો અંદાજ ૧૮૦ કરોડ રૂપિયા વાર્ષિક થાય છે તો સમગ્ર ગુજરાતમાં આ ભષ્ટાચારી કૌભાંડ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું હોવાને ઇનકાર કરી શકાય તેમ નથી. એ નિર્વિવાદ છે કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર સ્ટેશન જેવી જગ્યાએ ટેક્સીઓ જવાની ના પાડે છે ત્યારે શેરીંગ
રિક્ષા વડે જ સામાન્ય જનતાનું આવાગમન (ટ્રાન્સપોર્ટેશન) સંભવ બને છે. જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવામાં આવે તો રિક્ષામાં પોલીસે (ચટલ) શેરિગ પેસેન્જર તરીકે બેસાડવાની મંજૂરી આપવી જોઈએ, જેથી ગરીબ રિક્ષાવાળાઓ પાસેથી હપ્તા ઉથરાવતું નેટવર્ક તૂટી પડે અને પેસેન્જરોને પણ લાભ મળે. આ સાથે જ સ્ટિકર આધારિત હપ્તા ઉથરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવા, જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવન નિર્વાહ માટે શેરિગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવાની માગણી કરાઈ છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
