<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

નવસારી જિલ્લામાં બે સુપરવાઈઝર સહિત એકસાથે 13 સરકારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરજમુક્ત કરાયા

અચાનક ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓમાં બે સુપરવાઇઝર સહિત તેર ઓપરેટરોનો સમાવેશ

નવસારી જિલ્લામાં આજે એકસાથે 13 સરકારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવતા સરકારી કર્મચારીઓના વર્તુળમાં હડકંપ મચી ગયો છે. આ કાર્યવાહીમાં કરાર આધારિત કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અચાનક ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓમાં બે સુપરવાઇઝર સહિત તેર ઓપરેટરોનો સમાવેશ થાય છે.

કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને અચાનક છૂટા કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ નિર્ણયથી સરકારી કામગીરી સાથે જોડાયેલા અન્ય કરાર આધારિત કર્મચારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓ દ્વારા આ નિર્ણય સામે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી શકે છે.

(11:36 PM IST)