<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ : મકાનો-વાહનોમાં તોડફોડ: યુવતીને નારી સરક્ષણ કેન્દ્રમાં મોકલાઈ

વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો :દરબાર વાસમાં મકાનોમાં અને વાહનોમાં તોડફોડ કરી નુકશાન

સાબરકાંઠાના વડાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ છે.  વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. યુવતીના પિતાએ વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે  41 વ્યક્તિઓના નામજોગ અને 500 ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. 

  વડાલીમાં રવિવારે દરબાર વાસમાં મકાનોમાં અને વાહનોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. દોઢ વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્ન બાબતે બે દિવસથી બે સમાજ વચ્ચે બબાલ ચાલી રહી છે  યુવકના પિતાએ પણ નોંધાવી હતી 11 લોકોના નામજોગ સહિત 50 ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી, વડાલી પોલીસે ફરિયાદ બાદ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને છેલ્લા દસ દિવસથી નારી સરક્ષણ કેન્દ્ર ખાતે મોકલવામાં આવી છે.

 


 

(10:55 PM IST)