<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

વડોદરાના ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામેથી અજાણ્યા યુવકની લાશ મળી

અકસ્માતમાં યુવકનું મોત કે પછી અન્ય કોઈ કારણસર યુવક મોતને નીપજ્યું છે તે બાબતે વિસ્તારમાં ચણભણાટ શરૂ

વડોદરાના ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. સીમળીયા ગામના સરપંચ આકાશ રાઠોડે, ડભોઇ પોલીસને જાણ કરી છે કે, અજાણ્યા વાહને યુવકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ગોપાલપુરા ચેકપોસ્ટ નજીકથી પસાર થતી વેળા અજાણ્યા વાહને યુવકને અડફેટે લીધો. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો છે . આખીય ઘટના વિસ્તારમાં શંકા લગાવી રહી છે. ખરેખર અકસ્માતમાં યુવકનું મોત કે પછી અન્ય કોઈ કારણસર યુવક મોતને નીપજ્યું છે તે બાબતે વિસ્તારમાં ચણભણાટ શરૂ થયો છે. ડભોઇ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી  છે 

(9:28 PM IST)