તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
અમદાવાદના દાણીલીમડામાં માનસિક બિમાર યુવતી પર દુષ્કર્મના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો: 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
ક્રાઈમ બ્રાંચની ટીમે વિસ્તારના 50થી વધુ CCTV ફૂટેજની વિગતવાર તપાસ કરી અંતે રીઢા આરોપીની ઓળખ કરી તેને ઝડપી લીધો: આરોપી સામે અગાઉ કતલખાને લઈ જવાતા પશુઓ, મારામારી અને પ્રોહિબિશન સહિત 16 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 27 નવેમ્બરની વહેલી સવારે માનસિક બિમાર યુવતી પર દુષ્કર્મનો ગંભીર બનાવ બન્યો હતો. મદદ કરવાનો બહાનો બતાવી યુવતીને ટુ-વ્હિલર પર બેસાડનાર આરોપી યુવતીને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની ગંભીરતા સામે પોલીસને શરૂઆતમાં ખાસ સુત્રો ન મળતાં તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે વિસ્તારના 50થી વધુ CCTV ફૂટેજની વિગતવાર તપાસ કરીને અંતે રીઢા આરોપીની ઓળખ કરી તેને ઝડપવામાં સફળતા મેળવી. ક્રાઈમ બ્રાન્ચ એ આરોપી ની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડની મંજૂરી મેળવી. વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપી સામે અગાઉથી ગેરકાયદે કતલખાને લઈ જવાતા પશુઓ, મારામારી અને પ્રોહિબિશન સહિત 16 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સાથે સાથે તે એક વખત તડીપાર અને ચાર વખત પાસા પણ થઈ ચૂક્યો છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
