તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
નિવૃત IAS પ્રદીપ શર્માને, EDની સ્પેશિયલ કોર્ટે ફટકારી 5 વર્ષની સજા.
ભુજમાં વેલસ્પન કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા હતા :PMLA એક્ટ 3 અને 4 અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કર્યું

અમદાવાદ : રાજયના નિવૃત IAS પ્રદીપ શર્માને, EDની સ્પેશિયલ કોર્ટે ફટકારી 5 વર્ષની સજા. અમદાવાદની સ્પેશિયલ ED અદાલતે IAS પ્રદીપ શર્માને આજે સવારે દોષિત જાહેર કર્યા બાદ, સાંજે સજાનું એલાન કર્યું હતું. સ્પેશિયલ PMLA કોર્ટના જજ કે એમ સોજીત્રા એ પ્રદિપ શર્માને સજા ફટકારી હતી. PMLA એક્ટ 3 અને 4 અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કર્યું હતું. ભુજમાં વેલસ્પન કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા હતા. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજાર રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની કોર્ટે ફટકારી સજા. ED એ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
