<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જીગ્નેશ મેવાણી પ્રજાહિતના કામો યોગ્‍ય ફોરમમાં કરતા નથીઃ યજ્ઞેશ દવે

ભાજપ પ્રવક્‍તાએ કોંગ્રેસના ધારાસભ્‍યની કામગીરી સામે ઉઠાવ્‍યા સવાલ : ‘ધારાસભ્‍ય બન્‍યા બાદ ૫૩ સંકલન બેઠકમાંથી ૧૩ બેઠકમાં હાજર રહ્યાઃ' એલફેલ શબ્‍દોથી વાહવાહી લૂંટવા પ્રયાસઃ આક્ષેપ

અમદાવાદઃ તા.૬: છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના વડગામના ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી એ રાજ્‍યમાં ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલતો હોવાનો મુદ્દો ઉઠાવ્‍યો છે. તેમના સતત ભાજપ પર શાબ્‍દિક પ્રહાર બાદ હવે ભાજપનાપ્રવક્‍તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રેસના વડગામના ધારાસભ્‍ય પર શાબ્‍દિક પ્રહાર કરતા ભાજપ પ્રવક્‍તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, જીગ્નેશ મેવાણી તેમના કામો યોગ્‍ય ફોરમમાં કરતા નથી. ભાજપ પ્રવક્‍તાએ MLA મેવાણીની કામગીરી સામે સવાલ ઉઠાવ્‍યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, જીગ્નેશ મેવાણી વાહવાહી લૂંટાવવા માટે એલફેલ શબ્‍દોનું ઉચ્‍ચારણ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, જીગ્નેશ મેવાણી પ્રજાહિતના કાર્યોની બેઠકમાં હાજર રહેતા નથી. MLA જીગ્નેશ મેવાણી ધારાસભ્‍ય બન્‍યા બાદ અત્‍યાર સુધી ૫૩ સંકલન બેઠકો થઇ જેમા તેઓ માત્ર ૧૩ બેઠકમાં જ હાજર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી ત્‍યા પણ MLA જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા હતા. મહેસાણામાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી માં બહુચરની ગરિમા ભૂલ્‍યા હોય તેવા આરોપ થઈ રહ્યા હતા. બહુચરાજી મંદિરમ‘જય બહુચર'ના બદલે ‘જય ભીમ'ના નારા લગાવ્‍યા અને ધારાસભ્‍યે ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી હોવાનું ભક્‍તોએ જણાવ્‍યું હતું. મંદિર પરિસરમાં પહોંચીને પણ જીગ્નેશભાઈ મેવાણીએ માં બહુચરનાં દર્શન ન કરતા આસ્‍થાને ઠેસ પહોંચાડી હોવાનું જનમુખે ચર્ચાયું હતું.

(3:28 PM IST)