તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ગુજરાતની અર્થવ્યવસ્થાએ ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું: માથાદીઠ આવક ૩ લાખને પાર
દેશનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બન્યું

ગાંધીનગર: ગુજરાતે આર્થિક મોરચે મોટી સિદ્ધિ હાંસલ કરતા રાજ્યની માથાદીઠ આવક પ્રથમ વખત ૩ લાખ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. ૮.૪૨ ટકાના વાસ્તવિક જીએસડીપી વૃદ્ધિ દર સાથે ગુજરાતે મોટા રાજ્યોમાં સૌથી ઝડપી વિકાસ દર નોંધાવીને પોતાની આર્થિક મજબૂતી ફરી સાબિત કરી છે.
ગુજરાતની આર્થિક પ્રગતિની રફતાર અવિરત ચાલુ છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા એક દાયકામાં ગુજરાતનું અર્થતંત્ર લગભગ ચાર ગણું વધીને ૨૪.૬૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. દેશના અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાતે ૮.૪૨ ટકાનો સર્વોચ્ચ વિકાસ દર હાંસલ કર્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો સારો છે.
રાજ્યમાં થયેલા ઔદ્યોગિકીકરણ, મૂડીરોકાણ અને માળખાકીય સુવિધાઓના વિકાસને કારણે નાગરિકોની આવકમાં આ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓના મતે, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં થયેલા સતત વિકાસે રાજ્યની માથાદીઠ આવકને ૩ લાખની સપાટી પાર કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જે રાજ્યના લોકોના જીવનધોરણમાં સુધારો સૂચવે છે.
(1:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
