<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

મહેસાણામાં પોર્ટુગલ જવાના વિઝા કૌભાંડમાં યુવકના આપઘાત બાદ બે એજન્ટો સામે ગુનો નોંધાયો

મૃતક ભાવિકે સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે પૈસા પરત માંગતા એજન્ટો તેને માનસિક ત્રાસ આપતા હતા અને ધમકીઓ આપતા હતા

મહેસાણામાં એક યુવકના આપઘાત કેસમાં પોલીસે બે એજન્ટો, સુનિલ પટેલ અને ભાવિક પટેલ, વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વિસનગરના વતની ભાવિક પટેલે પોર્ટુગલ જવાના વિઝા માટે આ એજન્ટોને ₹20 લાખ આપ્યા હતા, પરંતુ એજન્ટોએ તેને વિઝા ન અપાવતા કે પૈસા પરત ન કરતા ભાવિકે 18 નવેમ્બરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મૃતક ભાવિકે સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે પૈસા પરત માંગતા એજન્ટો તેને માનસિક ત્રાસ આપતા હતા અને ધમકીઓ આપતા હતા, જેના કારણે તે હતાશ થયો હતો. પોલીસે આ મામલે આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે

 

(10:57 PM IST)