News of Friday, 5th December 2025
ખંભાતના કાણીસા ગામમાં રખડતા ઢોરના હુમલાથી વૃદ્ધનું મોત
ખેતરમાં ચારો કાપી રહેલા વૃદ્ધને ઢોરે અડફેટે લીધા:કાણીસા ગામમાં એક પાડાએ ગામ અને ખેતરોમાં આતંક મચાવ્યો: છેલ્લા એક અઠવાડિયામાં તેણે 3 જેટલા વ્યક્તિઓને પણ શિંગડે ચઢાવી અડફેટે લીધા

આણંદઃ શહેરો બાદ હવે ગામડાઓમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ખંભાતના કાણીસા ગામમાં રખડતા ઢોરના હુમલાથી વૃદ્ધનું મોત થયુ છે. કાણીસા ગામે ખેતરમાં ચારો કાપી રહેલા વૃદ્ધને ઢોરે અડફેટે લીધા હતા. ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાણીસા ગામમાં એક પાડાએ ગામ અને ખેતરોમાં આતંક મચાવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં તેણે 3 જેટલા વ્યક્તિઓને પણ શિંગડે ચઢાવી અડફેટે લીધા છે. રખડતા પાડાના આતંકથી ખેતરોમાં જતા ખેડૂતો તેમજ રસ્તે અવરજવર કરતા રહીશો ભયભીત છે. ગ્રામજનોએ રખડતા પાડાને સત્વરે પાંજરે પૂરવા માટે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
